અનુચ્છેદ
ભારતના મૂળ બંધારણમાં ૨૨ ભાગ અને ૮ અનુસુચીઓ હતી. વર્તમાનમાં મૂળ ભાગ ૨૨ જ છે પણ કેટલાક નવા ભાગો ઉમેરવામાં આવ્યા છે. તો કેટલાક ભાગ રદ કરવામાં આવ્યા છે. નવા ભાગ સાથે કુલ ભાગ ૨૫ થાય છે. જયારે પાછળથી ૪ અનુસૂચી ઉમેરવામાં આવતા વર્તમાન સમયમાં કુલ ૧૨ અનુસૂચી છે.
નવા ઉમેરવામાં આવેલા ભાગ :
નીચે ટેબલમાં બંધારણના ભાગ, વિગત અને અનુચ્છેદ દર્શાવેલ છે.
નવા ઉમેરવામાં આવેલા ભાગ :
- બંધારણમાં ૪૨માં બંધારણીય સુધારા, ૧૯૭૬ દ્વારા ભાગ-૪ (A) અને ભાગ ૧૪ (A) ઉમેરવામાં આવ્યા.
- ૭૪ માં બંધારણીય સુધારા, ૧૯૯૨ દ્વારા બંધારણમાં ભાગ-૯ (A) ઉમેરવામાં આવ્યો.
- ૯૭ માં બંધારણીય સુધારા, ૨૦૧૧ દ્વારા બંધારણમાં ભાગ ૯ (B) ઉમેરવામાં આવ્યો.
નીચે ટેબલમાં બંધારણના ભાગ, વિગત અને અનુચ્છેદ દર્શાવેલ છે.
| બંધારણના ભાગ | વિગત | અનુચ્છેદ |
|---|---|---|
| ૧ | સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર | ૧ થી ૪ |
| ૨ | નાગરિકતા | ૫ થી ૧૧ |
| ૩ | મૂળભૂત અધિકાર | ૧૨ થી ૩૫ |
| ૪ | રાજ્યનીતીના માર્ગદર્શક સિદ્ધાંતો | ૩૬ થી ૫૧ |
| ૪(A) | મૂળભૂત ફરજો | ૫૧(A) |
| ૫ | સંઘ | ૫૨ થી ૧૫૧ |
| ૬ | રાજ્ય | ૧૫૨ થી ૨૩૭ |
| ૭ | સાતમાં બંધારણીય સુધારા, ૧૯૫૬ દ્વારા રદ કરાયો | |
| ૮ | કેન્દ્રશાસિત પ્રદેશો | ૨૩૯ થી ૨૪૨ |
| ૯ | પંચાયતો | ૨૪૩ થી ૨૪૩(O) |
| ૯(A) | નગરપાલિકાઓ | ૨૪૩(P)થી ૨૪૩(ZG) |
| ૯(B) | સહકારી સમિતિઓ | ૨૪૩(ZH) થી ૨૪૩(ZT) |
| ૧૦ | અનુસુચિત અને આદિજાતિ વિસ્તારો | ૨૪૪ અને ૨૪૪(A) |
| ૧૧ | સંઘ અને રાજ્ય વચ્ચેનો સબંધ | ૨૪૫ થી ૨૬૩ |
| ૧૨ | નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ | ૨૬૪ થી ૩૦૦(A) |
| ૧૩ | ભારતના રાજ્યક્ષેત્રની અંદર વેપાર, વાણીજ્ય અને આંતર વ્યવહાર | ૩૦૧ થી ૩૦૭ |
| ૧૪ | સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ | ૩૦૮ થી ૩૨૩ |
| ૧૪(A) | ટ્રીબ્યુનલ(અધિકરણ) | ૩૨૩(A) થી ૩૨૩(B) |
| ૧૫ | ચુંટણીઓ | ૩૨૪ થી ૩૨૯(A) |
| ૧૬ | અમુક વર્ગો સબંધી ખાસ જોગવાઈઓ | ૩૩૦ થી ૩૪૨ |
| ૧૭ | રાજભાષા | ૩૪૩ થી ૩૫૧ |
| ૧૮ | કટોકટી અંગી જોગવાઈઓ | ૩૫૨ થી ૩૬૦ |
| ૧૯ | પ્રકીર્ણ | ૩૬૧ થી ૩૬૭ |
| ૨૦ | બંધારણમાં સુધારો કરવા બાબત | ૩૬૮ |
| ૨૧ | કામચલાઉ, વચગાળાની અને ખાસ જોવાઈઓ | ૩૬૯ થી ૩૯૨ |
| ૨૨ | ટુકી સંજ્ઞા, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત | ૩૯૩ થી ૩૯૫ |
- ભાગ-૫ માં ૫ અધ્યાય, ભાગ-૬ માં ૬ અધ્યાય, ભાગ-૧૧ માં ૨ અધ્યાય, ભાગ-૧૨ માં ૪ અધ્યાય, ભાગ-૧૪ માં ૨ અધ્યાય અને ભાગ-૧૭ માં ૪ અધ્યાય આવેલ છે.
No comments:
Post a Comment